રોડ-રસ્તા માટે 7 કરોડના કામો મંજુર, પણ અમલવારી ન થઈ! : રસ્તાના કામો માટે ઉઠાવેલા વેધક સવાલો અંગે ત્રણ દિવસમાં યોગ્ય ખુલાસો ન થાય તો અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી
મોરબી : મોરબીમાં ગત વર્ષે પડેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ બેહાલ બન્યા બાદ ઓક્ટોબર 2019માં સામાન્ય સભામાં શહેરના મુખ્ય માર્ગો અને પેટા રસ્તાઓને રીપેર કરવાનું રૂપિયા 7 કરોડના કામો મજૂર કરાયું હતું. પણ રોડના કામોમાં યોગ્ય અમલવારી થઈ નથી અને આ રોડ બનાવવાના કામોમાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયાનો આક્ષેપ ખુદ પાલિકાના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેને કર્યો છે. તેમણે રોડના કામોમાં અનેક વેધક સવાલો કર્યા છે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને ત્રણ દિવસમાં યોગ્ય ખુલાસો ન થાય તો અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી આપી છે.
મોરબી પાલિકાના સત્તાધારી પક્ષ કોંગ્રેસના સદસ્ય અને પાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન કે. પી. ભાગિયાએ ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું હતું કે ગત 17 ઓક્ટોબર, 2019ના રોજ સામાન્ય સભામાં શહેરના મુખ્ય માર્ગો અને પેટા માર્ગો મળી કુલ 37 રોડ-રસ્તાઓના કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા સર્વસંમતિથી મંજુર કરવામાં આવ્યા હતા. જો કે 9 માસ જેટલો સમય પસાર થવા છતાં આ કામો શરૂ ન થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. તેમણે આ રોડના કામો મામલે અનેક અણીયારા સવાલો ઉઠાવીને રોડના કામોમાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયાનો આક્ષેપ કરેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide