મોરબીમાં નગરપાલિકાની બાજુમાં આવેલ શાકમાર્કેટની સાફ-સફાઈ બાબતે રજૂઆત

0
55
/

મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા તથા મુસ્તાકભાઇ બ્લોચએ ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે કે મોરબી નગરપાલીકાની બાજુમાં જ શાક માર્કેટ આવેલ છે, જેની સ્થિતિ અત્યંત ખરાબ છે. ત્યાં દુર્ગધ આવે છે તથા ગંદકી થાય છે. તેમજ પાણીના ખાબોચીયા ભરેલ હોય અને મચ્છરનો ખુબ ત્રાસ છે. તો લોકો અહીંયા શાકભાજી ખરીદવા આવે ત્યારે ઉભા રહેવું મુશ્કેલ થાય છે, એવી સ્થિતિ છે.

વધુમાં, રજુઆતમાં જણાવાયું છે કે હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ ગંદકીને લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. તો કયારે આ નગરપાલીકા પાસે આવેલ શાક માર્કેટની અંદર ચોખ્ખું થશે? કે નિર્ભર તંત્રના પેટનું પાણી હલતુ નથી? શું મોરબીમાં વધતા જતા કેસોની સંખ્યા અટકાવવા માટે આ સફાઇ જરૂરી નથી? કે હજુ વધવાની રાહ જોઇ રહી છે નગરપાલીકા? તેવા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમજ ગાંધીચોકમાં પાર્કિંગ પાસે કોર્નર ઉપર જે કચરાના ઢગલા નાખે છે તે ગંદકી પણ દુર કરાવવાની ખાસ જરૂર છે અને આ કાર્યવાહી 2-3 દિવસમાં થાય. જેથી, રોગચાળો ફેલાવાનો ભય ન રહે. તેવી અપીલ કરેલ છે.

આ ઉપરાંત, રજુઆતમાં જણાવ્યું છે કે શાક માર્કેટમાં બેઠેલા ઘંઘાર્થીઓને યોગ્ય સૂચના આપવામાં આવે અને ગંદકી ફેલાવતા ઈસમો વિરુધ્ધ કાયદેસર પગલા લેવાની કાર્યવાહી કરવા અરજ છે. આ જ સ્થિતિ સ્વાપર રોડની શાક માર્કેટની છે તો તેની પણ સ્થિતિ સુધારવા રજુઆત છે, શાકભાજી વેચતા ઈસમો શાકભાજી ટમેટા, રીંગણા વગેરે સડેલા તથા ખરાબ વેંચતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરી છે. વધુમાં, મોરબી જિલ્લામાં ફૂડ ઇન્સપેકરની નિમણુંક કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરોકત તમામ વિગતો ધ્યાને લઈ તાત્કાલીકના ધોરણે કાર્યવાહી કરવા તેમજ સફાઈ ઝુંબેશ તથા ફૂડ ઇન્સ્પેકટરની નિમણુંક કરવાની રજુઆતમાં અપીલ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/