[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. એટલે હવે જે તે વિસ્તારના લોકોને તેમની ઝોન કચેરી ખાતે જ તમામ સેવાઓ ઉપલબ્ધ બનશે. વધુમાં બન્ને ડેપ્યુટી કમિશનરોને પણ અલગ- અલગ ઝોનની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ સતાવાર જાહેરાત કરી છે કેમોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વહીવટી સરળતા માટે તેમજ લોકોના કામનો ઝડપી નિકાલ થાય તેમજ લોકોને પોતાના વિસ્તારથી નજીકમાં સુવિધાઓ મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાને 2 ઝોનમાં વિભાજીત કરવાનું નક્કી કરેલ છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારને પૂર્વ ઝોન તેમજ પશ્ચિમ ઝોન તરીકે વહેચણી કરવામાં આવે છે. પૂર્વ ઝોનની ઓફીસ રેઇન બસેરા, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી અને પશ્ચિમ ઝોનની ઓફીસ મોરબી મહાનગરપાલિકાએ કાર્યાન્વિત કરવામાં આવે છે. પૂર્વ ઝોનમાં વહીવટી કામગીરી માટે ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ) સંજયકુમાર સોની અને પશ્ચિમ ઝોન વહીવટી કામગીરી માટે ડેપ્યુટી કમિશનર (વહીવટ) કુલદિપસિંહ વાળા રહેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide