છબરડો !! મોરબી પાલીકાની વોટર કમીટીની મીટીંગ માટે ચેરમેનની ખોટી સહી કર્યાની ફરિયાદ

0
24
/
ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ

મોરબી : તાજેતરમાં પાલિકામાં નવો છબરડો સામે આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ બાબતે ખુદ ભુગર્ભ સમિતીના ચેરમેને આ મીટીંગની નોટીસ કે એજન્ડા પણ મળ્યો ન હોવાનો તથા ચેરમેનની અન્ય કોઈએ ખોટી સહી કરી નાખ્યાંની રાવ સાથે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે. તેમજ ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ કરી આ બાબતે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે ,ગત તા.૨૭ જુલાઈના રોજ મોરબી નગરપાલીકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ ચીફ ઓફીસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં ભુગર્ભ સમિતીના ચેરમેન ભાવીન ગીરીશભાઈ ઘેલાણીને આ મીટીંગની નોટીસ કે એજન્ડા પણ આપવામા આવ્યો ન હતો. તેમને જાત તપાસ કરતા માલુમ પડ્યુ કે નગરપાલીકાના જ કોઈ વ્યક્તિ દ્વારા ભાવીન ગીરીશભાઈ ઘેલાણીની ખોટી સહી કરવામા આવી હતી આ ગંભીર બાબત ધ્યાને આવતા ચેરમેન ભાવીન ભાઈ ચોકી ઉઠ્યા હતા. આ ઉપરાંત ચેરમેનની જાણ બહાર અને સંમતિ વગર ભૂગર્ભ ગટરની યીજનોનો કોન્ટ્રાકટ આપી દેવાયાનો પણ આક્ષેપ કર્યો હતો. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી નગરપાલીકાના ચેરમેને ચીફ ઓફીસરને લેખિત રજુઆત કરી છે.

જ્યારે આ બાબતે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, આ વાત પાયા વિહોણી છે. મીટીંગ જ બોલાવી નથી. તેમજ ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાકટનો પણ પાલિકાના પ્રમુખ દ્વારા જ નિર્ણય લેવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/