આરોપી ત્રાજપર ગામનો રહેવાસી હોવાની ડીવાયએસપીએ જાહેર કરી વિગતો
મોરબી: ગતરાત્રે શહેરના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને ગઇકાલે રાત્રીના સુમારે છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા જે પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ હત્યાના બનાવ પાછળનું કારણ સામે આવી ગયું છે. જેમાં બન્ને યુવાનોએ શખ્સને બાળકની મશ્કરી કરવાની ના કહેતા તે ઉશ્કેરાયો હતો અને તે છરી વડે તુંટી પડ્યો હોવાનું સામે આવ્યું છે.
મોરબીના વણકરવાસમાં રહેતા 24 વર્ષીય અજીત ગોરધનભાઈ પરમાર નામના યુવાનની ગઇકાલે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં સામાકાંઠા વિસ્તારમાં તેના મિત્ર હુસેન સાથે રિક્ષામાં ગયો હતો જે દરમિયાન ત્રાજપર ચોકડી પાસે એસ્સારના પેટ્રોલ પંપ નજીક તેને કોઇની સાથે માથાકુટ થઇ હતી અને અજીત અને હુસેનને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત અજીત પરમારનું મૃત્યુ નીપજયું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide