ભરૂચ : આમોદના રેવા સુગર નજીક સેન્ટ્રો કારમા આગ લાગતા લોકોમા દોડધામ મચી

0
48
/

ભરૂચ : તાજેતરમા આમોદ તરફ જતાં રેવા સુગર પાસે એક સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડીવારમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે કારમાં આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી. પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચથી આમોદ તરફ જતા રેવા સુગર પાસે સેન્ટ્રો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર સૌ કોઇ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગવાની ઘટનાથી ભરૂચ આમોદ વચ્ચે વાહન વ્યવહાર પર કલાકો સુધી અસર થવા પામ્યો હતો.

આ કારમા આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પરંતુ પ્રાથમિક ધોરણે શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા વાહનોમાં ઓવર હિટિંગ થતા આવા બનાવોમાં સતત વધારો થવાનું પણ મનાઈ રહ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/