મોરબી : આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક યોજાયેલ આ સમીક્ષા બેઠક માં આવનારી ચૂંટણી માટે લડાયક રૂપ અપનાવવા નવા મિત્રો આમ આદમી પાર્ટી માં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું. આગામી ટૂંક જ સમય માં નવા હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવશે.
ત્યારે આપની યાદીના જણાવ્યા મુજબ આજરોજ મોરબી નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ સાથે ત્રણ માજી કાઉન્સિલર તેમજ મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ તેમજ તેમના મિત્રો સાથે આજ રોજ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા. આગામી સમયમાં મહેશભાઇ રાજ્યગુરુને પણ આપમાં મોરબી શહેરની અગત્યની જવાબદારી શહેરમાં આપવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide