મોરબી: નરેન્દ્ર મોદી (આઈ.ટી.સેલ) પીપળી ગ્રામ પંચાયત ખાતે ‘વિશ્વાસ’ કર્યાલય લોકાર્પણ થયું

0
583
/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજે મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક માં નરેન્દ્ર મોદી (આઈ.ટી.સેલ) પીપળી ગ્રામ પંચાયત ખાતે ‘વિશ્વાસ’ કર્યાલય લોકાર્પણ થયું હતું

પ્રાપ્ત વિગતો મુજબ નરેન્દ્ર મોદી (આઈ.ટી.સેલ) પીપળી ગ્રામ પંચાયત ખાતે ‘વિશ્વાસ’ કર્યાલયનું આજે સવારે 10:00 કલાકે નરેન્દ્ર મોદી (આઈ.ટી. સેલ) નું પીપળી ગ્રામ પંચાયત અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ગજાનન પાર્ક એસોસિએશન ના ઉપપ્રમુખ ગાયત્રીબેન દવે તેમજ લતાબેન રાજુભાઇ પનારા દ્વારા રીબીન કાપી ને કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર રાકેશભાઈ જશવંતભાઈ કવર, તેમજ લોક સાહિત્યકાર પી.બી. જાદવ, પીપળી ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણસિંહ ઝાલા, આઈ.ટી. સેલ ગુજરાત અધ્યક્ષ મનોજભાઈ પરમાર, વિજયભાઈ પંડ્યા, હરદેવસિંહ ઝાલા, ધર્મિષ્ઠાબેન વ્યાસ, વંદનાબેન જોશી સહિત ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝના સબ એડિટર ક્રિષ્ના બુધ્ધભટ્ટી તેમજ અનાજ કિરણા એસોશિએશન ના ઉપપ્રમુખ મનીષભાઈ હીરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કર્યક્રમ માં પીપળી ગ્રામ પંચાયત ખાતે ‘વિશ્વાસ’ કાર્યાલયના પ્રમુખ જયદેવસિંહ જાડેજા તેમજ દ્વારા મુખ્ય 25 હોદ્દેદારોની નિમણુંક કરવામા આવેલ હતી જેમાં મંત્રી તરીકે પ્રવીણભાઈ ગામી, મીડિયા સેલના કન્વીનર તરીકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના એડિટર ઇન ચિફ રાધેશ બુધ્ધભટ્ટીની પ્રમાણપત્ર આપી નિમણુંક કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/