મોરબી : UPSC દ્વારા લેવાતી મેડીકલ ઓફીસર સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની પરીક્ષા પાસ કરી BSFમાં આસી. કમાન્ડન્ટ / મેડીકલ ઓફીસર કલાસ 1 તરીકે ભુજમાં નિમણુંક પામેલ મોરબીના રહેવાસી ડો. વત્સલ દિનેશભાઇ મેરજા (મુળ બગથળા)નું હાલ દિલ્હીમાં બનેલ એશિયાની સૌથી મોટી કોવિડ-૧૯ હોસ્પિટલમાં પોસ્ટીંગ થયેલ છે.
તાજેતરમાં દિલ્હી ખાતે 10,200 બેડની કોરોના અર્થે હોસ્પિટલ બનાવવામાં આવી છે. કે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલ ગૃહ મંત્રાલય ભારત સરકાર અને દિલ્હી સરકારના સહયોગથી બનેલી છે. આ હોસ્પિટલનું સંપૂર્ણ મેનેજમેન્ટ આઇટીબીપી (ફોર્સ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલ સિવિલિયન લોકો માટે ફોર્સ દ્વારા બનવવામાં આવી છે. આ હોસ્પિટલમાં કુલ 155 ડૉક્ટર, 2000 નર્સિંગ સ્ટાફ, 3000 હેલ્પર સ્ટાફ કામ કરી રહ્યો છે કે જેઓ બીએસએફ, આઇટીબીપી, સીઆરપીએફ માંથી છે. કોરોનાના નવા તમામ કેસના દર્દીઓને અહીં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. અને જરૂર પડ્યે આગળ પણ રીફર કરવામાં આવશે.
આવી એશિયાની સૌથી મોટી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ડો. વત્સલ મેરેજાની નિમણુંક કરવામાં આવતા દેશની સેવા કરી મોરબીનું ગૌરવ વધારવા બદલ તેઓને પરિવારજનો તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમજ તેમના આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide