મોરબીમાં માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

0
21
/
સરકારના નવા નિયમ પ્રમાણે એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી થશે

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે અને સરકારના નવા નિયમ પ્રમાણે એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી થશે. જ્યારે રજિસ્ટ્રેશન થયેલા બાકીના આશરે 1 હજાર ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં અગાઉ ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે રજિસ્ટ્રેશન થયેલા આશરે 1 હજાર જેટલા ખેડૂતો ચણાની ખરીદીમાં બાકી રહી ગયા હતા. આથી, આ બાકી રહેલા ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારના નવા નક્કી થયેલા નિયમ મુજબ એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી કરવામાં આવશે. તેમ મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવેલ હતું.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/