મોરબી : તજેતરમા મોરબી નજીક ગઈકાલે ડમ્પર હડફેટે રાહદારીનું મોત નીપજ્યું હતું.
મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ સીનીયર સીરામીકમાં રહેતા મૂળ ખેડાના વતની કલ્પેશકુમાર શનાભાઈ રાઠોડ (ઉ.વ.૩૯) એ ડમ્પર ટ્રક નં. GJ-12-BV-3727 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૪ ના રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ન્યુ વર્ધમાન હોટેલની સામે લાલપર ગામ પાસે ફરીયાદીના સબંધી સંજયકુમાર છત્રસિંહ પરમાર રોડ ક્રોસ કરતા હતા.એ સમયે પુરપાટ ઝડપે આવતા ડમ્પર ટ્રક નં. GJ-12-BV-3727 ના ચાલકે આ રાહદારીને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide