માળીયા (મી.)ના બોડકી ગામે શ્વાનની ચૂંગાલમાંથી મોરને બચાવી જીવદયાનું ઉદાહરણ આપતા યુવાનો

0
40
/

માળીયા (મી.): તાજેતરમા બોડકી ગામે એક મોર અગમ્ય કારણોસર વૃક્ષ પરથી અચાનક નીચે પટકાતા એક શ્વાનની નજરે ચડી ગયો હતો. મોરનો શિકાર કરવા શ્વાન તલપાપડ બની મોર પર ત્રાટક્યો હતો. જો કે, ગ્રામજનોની નજરે આ ઘટના ચડતા જ રાષ્ટ્રીય પક્ષી મોરને શ્વાનની ચૂંગલમાંથી છોડાવ્યો હતો. આ ગ્રામજનો પૈકી એક યુવકે પોતાના ઘેર મોરને સુરક્ષિત કરી વનવિભાગ માળીયા રેન્જને જાણ કરતા વન રક્ષક કૌશલભાઈ બેરા અને મહેશભાઈ માડમેં ઘાયલ મોરનો કબજો લઈ સારવાર અર્થે મોટા દહીંસરા નર્સરી ખાતે પણ ખસેડાયો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/