મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડિયા ગામ પાસે સિરામિક યુનિટમાં મજૂરી કામ કરતા મજુર ની પત્નીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પરિણીતાના માવતરે ફરીયાદ નોંધવતા પતિ, જેઠ, દિયર અને જેઠાણીની પોલીસે ધરપકડ કરી છે
મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલા લેટીના સીરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ બિલવાલના પત્ની અંકિતાબેન ઉંમર વર્ષ ૨૦ એ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતક પરિણીતાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી ને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી
દરમિયાન મૃતક પરિણીતાની માતા પારૂબેન બુચભાઈ મોરીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ સુનીલભાઈ બધીયાભાઈ બિલવાલ, મનીષભાઈ બધીયાભાઈ બિલવાલ,ઈલ્યાસભાઈ બધીયાભાઈ બિલવાલ અને મનીષાબેન મનીષભાઈ બિલવાલ સામે તેની દીકરીને મારવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા ચારેય આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide