ચ્છ જિલ્લા માંથી અબોલ જીવોને ટ્રકમાં ભરીને જામનગર તરફ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે તેવી મોરબી શિવસેના અને બજરંગદળના આગેવાનોને બાતમી મળી હતી જેથી કરીને માળીયા તાલુકામાં ટ્રક ઉપર વોચ રાખવામાં આવી હતી દરમિયાન શંકાસ્પદ ટ્રક ત્યાંથી નીકળતા શિવસેના તેમજ પોલીસની ટીમે તેનો પીછો કર્યો હતો જેથી ટ્રક ચાલકે પોતાની ટ્રક મારી મુકી હતી જો કે, આમરણ ગામ પાસે ટ્રક ચાલકે તેના વાહન ઉપરથી કાબુ ગુમાવી દેતી ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને ટ્રકમાં ભરવામાં આવેલ ૪૫ અબોલ જીવમાંથી ૨૫ કરતા વધુ અબોલ જીવના મોત નિપજ્યા છે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી એક કલાકની અંદર કુલ મળીને ૪૫ જેટલા અબોલ જીવોને કરીને જામનગર તરફ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે તેવી મોરબી જિલ્લા શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, પંકજભાઈ નકુમ, દિનેશભાઇ લોરીયા, કિશન ડાભી અને કરશન પરમારને બાતમી મળી હતી જેથી કરીને આ આગેવાનો દ્વારા તેઓની ટીમને સાથે રાખીને માળીયા હાઈવે ઉપર સામખયારી પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે કચ્છ તરફથી આવી રહેલ શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે ઘટના ચાલકે પોતાની ટ્રક ને મારી મૂક્યો હતો માટે આ આગેવાનો દ્વારા સ્ટેટ કંટ્રોલ અને જિલ્લા કંટ્રોલ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ માળીયા તાલુકા પોલીસને સાથે રાખીને ટ્રકનો પીછો કરવામાં આવ્યો હતો
દરમિયાન મોરબી તાલુકાના આમરણ ગામ પાસે ટ્રક ચાલકે પોતાના વાહનો પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી કરીને રોડ સાઈડ માં આ ટ્રક પલટી મારી ગયો હતો અને આ બનાવ બનવાના કારણે ટ્રકમાં ભરવામાં આવેલા કુલ મળીને ૪૫ જેટલા અબોલ જીવોમાંથી ઘટનાસ્થળે જ ૨૫ થી વધુ અબોલ જીવોના મોત નીપજયાં છે અને વાહનચાલક ઘટનાસ્થળે જ પોતાનું વાહન છોડીને નાસી ગયો છે હાલમાં શિવસેનાના આગેવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે જેથી કરીને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે
વધુમાં કમલેશભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ટ્રકની અંદર પાટીયા નાખીને બે ખાના બનાવીને ઉપર અને નીચેના ભાગમાં કુલ મળીને ૪૨ જેટલા પાડા તેમજ ત્રણ ગૌવંશને એમ કુલ મળીને ૪૫ અબોલ જીવોને લઈ જવામાં આવી રહ્યા હતા અને આ અબોલ જીવોને કતલખાને લઈ જતા રોકવા માટે થઈને પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી વાહન ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા વાહનનો અકસ્માત સર્જાતા ૨૫થી વધુ અબોલ જીવોના મોત નિપજ્યા છે અને માળિયા તાલુકા પોલીસના વાહન ઉપર પણ ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને વાહનમાં પણ નુકશાની થયેલ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide