મોરબી નજીક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

0
181
/

જુના જાબુડિયા સીમ વિસ્તારમાં પથ્થરથી માથું છુંદીને મહિલાની ઘાતકી હત્યા કરાયાનું પોલીસનું તારણ

મોરબી : મોરબીના જુના જાબુડિયા ગામે આજે સીમ વિસ્તારમાંથી એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કોઈએ પથ્થરથી માથું છુંદીને આ અજાણી મહિલાની ઘાતકી હત્યા કરી હોવાનું પીલિસે અનુમાન દર્શાવીને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જુના જાબુડિયા ગામે આવેલ સીમમાંથી આજે એક અજાણી મહિલાની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પી.એસ.આઇ.એમ.વી.પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયી હતી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરી હતી. કોઈએ આ મહિલાનું માથું પથ્થરથી છુદી નાખીને હત્યા કર્યાનું પોલીસે પ્રાથમિક અનુમાન દર્શાવીને આ બનાવનું સાચું કારણ જાણવા મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.આ બનાવ અંગે તાલુકા પી.એસ.આઇ.એમ.વી.પટેલે જણાવ્યું હતું કે, મૃતક મહિલા સ્થાનિક નહિ પણ હિન્દીભાષી હોવાનું અનુમાન છે.જોકે તેણીના માથાનો ભાગ પરથરથી છુંદાયેલો હોવાથી હાલના તબબકે મૃતક મહિલાની ઓળખ મળી નથી, કોઈએ પથ્થરના ધા મારીને મહિલાની કરપીણ હત્યા કરી નાખી હોવાની લાશની સ્થિતિ જોતા સ્પષ્ટ થયું છે. હાલ તો મૃતક મહિલાની લાશને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડીને આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવાની સઘન તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/