(ભાવિક ઓધવિયા) મોરબી: મોરબી એલ ઇ (મહેન્દ્રનગર) કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા બાબતે કલેક્ટરને લેખિત અરજી આપી રજુઆત કરવામાં આવેલ છે
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ન્યૂ એલ ઇ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને છેલ્લા ઘણા જ સમયથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ના મળતું હોય આ બાબતે અવાર નવાર રજૂઆતો કરવામાં આવ્યા હોવા છતાં હજુ પરિણામ શૂન્ય જેવી પરિસ્થિતિઓ છે અંતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના મોરબી જીલ્લા ઉપપ્રમુખ ભાવનિક મુછડીયા દ્વારા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આ પ્રશ્ને પ્રોન્સિપાલને પણ રજુઆત કરતા પ્રિન્સિપાલ દ્વારા તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ જેમ થશે તેમજ ચાલશે તેવા ઉદ્યત અને વહિયાત જવાબો આપી છાત્રોને હડધૂત કરવામાં આવતા જેને પગલે આખરે કંટાળી તામામ છાત્રોએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખીત અરજી આપી તાત્કાલિક તેમનો પ્રશ્ન હલ કરવા માંગણી કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide