મોરબી: નવી પીપળી ગામે પાણીના નિકાલનો પાળો તોડી નાખવા મામલે મારામારી : 4ને ઇજા

0
170
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
યુવાને 8 શખ્સો સામે ઘાતક હથિયારોથી હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના નવી પીપળી ગામે રહેણાંક મકાન પાસે રહેલા વરસાદી પાણીના નિકાલનો માટીનો પાળો તોડી નાખવા મામલે બઘડાટી બોલી હતી. જેમાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે યુવાને 8 શખ્સો સામે ઘાતક હથિયારોથી હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવી પીપળી ગામે આવેલ શાંતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ બળદેવભાઈ બપોદારીયા (ઉ.વ. 34) નામના યુવાને નવી પીપળી ગામે જ રહેતા મહિપતસિંહ પ્રવિણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો સતપાલસિંહ જાડેજા, પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા, આશોષભાઈ કેશુભાઈ પંચાલ, રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, હિતુભા પ્રવિણસિંહ ઝાલા, પ્રકાશસિંહ પ્રતાપસિંહ ઝાલા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના ઘર પાસે બનાવાયેલો વરસાદી પાણીના નિકાલ માટેનો માટીનો પાળો કોઈએ તોડી નાખ્યો હતો. આ બાબતે રોષે ભરાઈને આરોપીઓ તલવાર, લોખંડનો પાઇપ, લાકડાનો ધોકો સહિતના ઘાતક હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી. તેમજ ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી ઉપર તલવાર અને લોખંડના પાઈપથી હુમલો કર્યા હતો અને સાહેદો બળદેવભાઈ, હાર્દિકભાઈ તથા વિશાલભાઈ ઉપર આરોપીઓએ હથિયારોથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/