મોરબી: નીલકંઠ સ્કૂલમાં મહીલા સશક્તિકરણના કાર્યક્રમ યોજાય ગયો

0
85
/

મોરબી: હાલ આજરોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવે અને જીવનમાં કંઈક કરે તે માટે મોરબીની નીલકંઠ સ્કૂલમાં ખાસ મહીલા મહેમાનો બોલાવવામાં આવ્યા હતા અને મહિલા સશક્તિકરણના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા ડાંગર ધનલક્ષ્મીબેન, સામાજિક કાર્યકર અને મોરબી ન.પા.સદસ્ય દેત્રોજા મંજુલાબેન અને ન.પા.સદસ્ય પોપટ મેઘાબેન ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. સ્કુલના ટ્રસ્ટી જીતુભાઈ વડસોલાએ મહેમાનોનું સ્વાગત કરીને અને મહિલા વિશે સ્પીચ આપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ઉપસ્થિત મહિલા મહેમાન બહેનોએ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપ્યું હતું, અને એક મહિલાઓના જીવનમાં કેવા કેવા પડકારો આવે છે તે પડકારો ઝીલીને પણ કેમ આગળ વધવું તેના વિશે માર્ગદર્શન પણ આપ્યુ હતું. આ સાથે ગુજરાતની અને ભારતની કેટલીક મહિલાઓએ દેશનું નામ રોશન કર્યું છે તેના કેટલાક ઉદાહરણો પણ પુરા પાડ્યા હતા.

ત્યારબાદ વૈશનાની પ્રિયાંશી, ફેફર પ્લેન્ટી, પરમાર શિવાલી, આસ્થા જાડેજા, પોપટ કૃતિ વિદ્યાર્થીનિઓ દ્વારા પણ સ્પીચ આપવામાં આવી હતી જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ જણાવવામાં આવ્યો હતો અને મહિલાઓનો  સમાજના ઉત્કર્ષમાં ફાળો અને મહિલાઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મહિલા શિક્ષિકા ધારા જોશીએ પણ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાન કરતી સ્પીચ આપી હતી. આ કાર્યક્રમની આભારવિધિ ટ્રસ્ટી કાસુન્દ્રા નવનીતભાઈએ કરી હતી. કાર્યક્રમનું સફળ આયોજન પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ અને મનોજભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/