મોરબીના શનાળા ગામે ગળેફાસો ખાઈને યુવાનનો આપઘાત કર્યાનો બનાવ

0
223
/

મોરબી : હાલ મોરબીના શનાળા ગામની સીમ આવેલ વાડીએ યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શકત શનાળા ગામે રહેતા મુકેશભાઇ કાનજીભાઇ કુંડારીયા (ઉ.વ.૪૨) એ ગત તા.૪ ના રોજ કોઇ કારણોસર પોતાની વાડીએ ગળેફાસો ખાઇ જતા તેમને પ્રથમ મોરબીની ક્રીષ્ના હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવની એ ડિવિઝન પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/