મોરબી : અધિકારીની સહીના અભાવે 250 વધુ વિધવાઓના પેન્શન અટક્યા

20
135
/
સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને વિધવા બહેનોને તેમના હક્કનો લાભ આપવાની માંગ કરી

મોરબી : મોરબીમાં વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરીને જમા થઈ ગયા હોય પણ તેના હુકમમાં જવાબદાર અધિકારી સહી કરતા ન હોવાથી આશરે 250થી વધુ મહિલાઓના વિધવા પેન્શન અકટયા છે. તેવી ફરિયાદ સાથે સામાજિક કાર્યકરોએ કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરીને વિધવા બહેનોને તેમના હક્કનો લાભ અપાવવાની માગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાભણીયા, જીજ્ઞેશભાઈ પંડયાએ જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, અહીંની મામલતદાર કચેરીમાં વિધવા સહાયના ફોર્મ ભરીને જમા થઈ ગયા હોય પણ કચેરીના જવાબદાર અધિકારી એ ઓર્ડરમાં સહી કરતા ન હોવાથી આશરે 250થી વધુ વિધવા બહેનોના પેન્શન અટકી ગયા છે. વધુમાં જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અકાળે વિધવા બનતી બહેનોને ભરણપોષણમાં મદદરૂપ થવા માટે વિધવા સહાયની યોજના અમલમાં મુકવામાં આવી છે. પરંતુ જવાબદાર સરકારી તંત્રના પાપે આ વિધવા સહાય યોજનાનો ઉદેશ્ય જળવાતો નથી અને લાભાર્થી વિધવા મહિલાઓને વિધવા સહાયનો લાભ મળતો નથીજેમાં મોરબીની મામલતદાર કચેરીએ બે માસ પહેલા વિધવા સહાયની યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને લાભાર્થી વિધવા બહેનોએ આ ફોર્મ પણ તત્કાળ જમા પણ કરાવી દીધા છે હવે માત્ર વિધવા સહાય યોજનાના હુકમમાં ફક્ત અધિકારીની સહી જ બાકી રહી છે. પણ જવાબદાર અધિકારી બે માસથી સહી માટે વિધવા બહેનોને ધક્કા ખવડાવી રહ્યા છે. આશરે 250 થઈ વધુ લાભાર્થી બહેનોના પેન્શન અટકી ગયા છે. લાભાર્થી મહિલાઓ મામલતદાર કચેરીએ ધક્કા ખાઈ ખાઈને થાકી ગઈ છે. પણ સંતોષકારક જવાબ મળતો નથી અને ઉદ્ધત વર્તન કરાઇ છે. તેથી વિધવા બહેનોમાં નિરાશા છવાઈ ગઈ છે. આથી સામાજિક કાર્યકરોએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.