મોરબીમાં એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી ચોરી કરતા તસ્કરો

0
147
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સુપર ટોકીઝ નજીક કરિયાણાની અગરબત્તીની દુકાન અને હેરકટિંગ સલૂન નિશાન બન્યા

મોરબી : હાલ કડકડતી ઠંડીમાં મોરબીમાં નિશાચરોએ નાઈટ કોમ્બિગ હાથ ધર્યું હોય તેમ ગઈકાલે એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી હાથફેરો કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સુપર ટોકીઝ નજીક ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને મહેતા નીમચંદ ભાઈચંદ બ્રધર્સની કરિયાણાની દુકાન, રાજ હેર સલૂન, હરિ ઓમ અગરબત્તી અને વેપારી નાથાલાલ ડોસાલાલ મીરાણીની દુકાનને નિશાન બનાવી હતી.જો કે, હાલમાં આ પાંચેય દુકાનોમાં કેટલી માલમતાની ચોરી થઈ છે તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી. હાલમાં વેપારીઓ દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/