મોરબી : ગઈ કાલે મોરબી સામા કાંઠે આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસતા સ્થાનિક રહીશોની હલાકીમાં વધારો થયો છે.
સામા કાંઠે આવેલી કમલા પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વરસાદી પાણી ઘરોમાં ઘુસી જવાની સમસ્યા સર્જાઈ છે. ગઈ કાલ સવારથી જ સોસાયટીમાં પાણી વધવાનું શરૂ થતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગત વર્ષના માઠાં અનુભવને કારણે સ્થાનિકોએ સતત તંત્રને ફરિયાદો કરવાનું શરૂ કર્યું હતું. જો કે સ્થાનિક તંત્ર સોસાયટીવાસીઓની સમસ્યાનું નિરાકરણ કરવામાં ઉણું ઉતર્યું હતું અને લોકોના ઘરમાં કમર સુધી પાણી ઘુસી ગયા હતા. તંત્ર સ્થિતિને કાબુમાં લેવામાં હાલ તો વામણું સાબિત થઈ રહ્યું છે એવો લોકરોષ જોવા મળી રહ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide