મોરબી પાલિકા દ્વારા રોડ-રસ્તાની મરામત કામગીરી હાથ ધરાઈ

0
50
/
થોડા દિવસો સુધી વરસાદનો વિરામ રહે તો રોડ-રસ્તાની કામગીરી થઈ જશે : પાલિકા પ્રમુખ

મોરબી : મોરબીના મોટાભાગના રોડ-રસ્તાઓ ગત ચોમસાથી જ બિસ્માર હાલતમાં છે. જોકે એક વર્ષ વીતી ગયું છતાં પાલિકા તંત્રને નવા રોડ-રસ્તા બનાવવાનું સૂઝ્યું ન હતું. ત્યારે હવે ચોમાસાના ટાંકણે તંત્રને નવા રસ્તા બનાવવાનું સૂઝ્યું છે. જોકે થોડા સમય અગાઉ પ્રથમ વરસાદમાં રોડ-રસ્તાની બદતર હાલત થઈ જતા સોશ્યલ મીડિયામાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તેથી, હવે તંત્ર દ્વારા રોડ-રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

મોરબીમાં જૂન માસના પ્રારંભના દિવસોમાં વરસાદ પડ્યા બાદ હાલ વરસાદનો વિરામ છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદ નથી. પણ ગરમીનું પ્રમાણ વધુ છે. ત્યારે મોરબી પાલિકા દ્વારા રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને જ્યાં રોડ બનાવવાના બાકી હતા ત્યાં ગતરાત્રીથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

આ અંગે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે ગાંધી ચોકની ફરતે અને ગાંધી ચોકથી સોરાષ્ટ્ હેર ડ્રેસર તરફના માર્ગની કામગીરી ચાલુ છે અને ટુક સમયમાં જે રોડ મંજૂર થઈ ગયા છે તે રોડ નવા બનાવવા આવશે. જેમાં રવાપર રોડ, સોરાષ્ટ્ હેર ડ્રેસર રોડ, ત્રિકોણ બાગ પાછળનો રોડ સહિતના રસ્તાના કામો હાથ ધરાશે. જો વરસાદ થોડા દિવસો સુધી ન પડે તો આ રોડના કામોમાં કોઈ અવરોધ આવશે નહિ. તેથી, આ તમામ રોડના કામો પુરા થશે કે કેમ અને ચોમાસામાં શરૂ કરેલા રોડના કામો કેટલો સમય સુધી ટકશે તે જોવાનું રહ્યું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/