મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફીસરનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો

0
83
/

મોરબી – માળીયા ( મિ ) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં પ્રત્યેક દિવસે મોરબી – માળીયા ( મિ ) વિસ્તારના પ્રશ્નો ઉઠાવીને પોતાના મતવિસ્તારને ઘણા વર્ષોથી થતા અન્યાય સામે ન્યાય અપાવવા ઝઝુમી રહયા છે . મોરબી – માળીયા ( મિ ) ના બાવન ( પર ) ગામોને મચ્છુ – ૨ માંથી સિંચાઈની નવી સુવિધા આપવા , નર્મદાની મોરબી – માળીયા ( મિ ) ની બ્રાન્ચ કેનાલોના તેમજ પ્રપ્રશાખા ( સબમાઈનોર ) ના અધુરા કામો તાકિદે પૂરા કરવા માટે રજુઆત કરી હતી

આ ઉપરાંત વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી તાકિદે આપવા મોરબી અને માળીયા ( મિ ) નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા મળવાપાત્ર ગ્રાન્ટ અંગે , મોરબી નગરપાલિકામાં ચીફ ઓફીસરની કાયમી નિમણૂંક અંગે , માળીયા ( મિ ) તાલુકાની નાની બરાર ગામની હાઈસ્કૂલનું નવું મકાન બાંધવા , મોરબી જિલ્લામાં ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણોના ધારાસભ્યએ પૂછેલ પ્રશ્નના જવાબમાં એવી માહિતી મળી છે કે મોરબી જિલ્લામાં ખેતી વિષયક વીજ જોડાણ મેળવવાની ૪ , ૭૧૨ જેટલી અરજીઓ પેન્ડીંગ છે , જેમાં મોરબી તાલુકામાં ૧ , ૦૪૯ અને માળીયા ( મિ ) તાલુકામાં ૩૦૧ ખેડૂતોની માંગણીઓ પડતર છે .

આ પેન્ડીંગ અરજીઓનો તાત્કાલીક નિકાલ કરી ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણો આપવા , મોરબી – પીપળી – જેતપુર ( મચ્છ ) રોડને ચારમાર્ગીય કરવા , મોરબી સિરામિક ઉદ્યોગને છેક છોટાઉદેપુરના રાજપારડીથી લિગ્નાઈટનો જથ્થો ફળવાતો હોઈ સિરામિક ઉદ્યોગને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધી જાય છે , જેથી લિગ્નાઈટનો જથ્થો પૂરતા પ્રમાણમાં કચ્છમાંથી મળવા જેવા અગત્યના પ્રશ્નો અંગે ચર્ચામાં ભાગ લઈ એક જાગૃત ધારાસભ્ય તરીકે સક્રિયતા દાખવી રહ્યા છેImage result for morbi palika

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/