મોરબી: તાજેતરમા શહેરમાં વીજ પોલ કે ટેલિફોનનાં થાંભલાઓ નમી જવાની વારંવાર રાવ ઉઠતી રહે છે ત્યારે મુખ્ય માર્ગ પર વધુ એક થાંભલો જીવલેણ અકસ્માતની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે.
કેનાલ રોડ પર રામકો બંગલોની સામે એક થાંભલો પડુ-પડું થઈ રહ્યો હોવાથી વાહનચાલકો માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. ઉપરોક્ત થાંભલો ગમે તે ક્ષણે કોઈ રાહદારી કે વાહન ચાલક પર પડે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. સેંકડો વાહનચાલકોને આ નમી ગયેલો થાંભલો નજરમાં આવે છે પણ જેમની જવાબદારી છે એ તંત્રને આ ઝળુંબી રહેલું મોત કેમ નહીં દેખાતું હોય એવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide