સીરામીકના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતી વેળાએ આગ મા 3 બાળકો દાઝયા

0
45
/
પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલી 2 બાળકી અને 1 બાળકની હાલત ખુબ ગંભીર

મોરબી: તાજેતરમા મોરબી નજીક આવેલા સિરામિક યુનિટના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે આગ લાગતા શ્રમિકનાં ત્રણ સંતાનો ગંભીર રીતે દાઝી જતાં પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. તાલુકા પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા બંધુનગર ગામ નજીક આવેલ ફોરમ ટાઇલ્સ નામના કારખાનાના લેબર કવાટર્સમાં ગઈકાલે રસોઈ બનાવતા સમયે ક્વાર્ટરમાં આગ લગતા શ્રમિકના ત્રણ સંતાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેય બાળકોને સૌ પ્રથમ સારવાર માટે વાંકનેર હોસ્પિટલે લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસસર મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલા બંધુનગર ગામ પાસે ફોરમ ટાઇલ્સ નામના સિરામિકના કારખાનામાં ગઈકાલે બપોરના ૧૧ વાગ્યાના અરસામાં લેબર ક્વાર્ટરમાં રહેતા મજૂર બામિદેત પંડિતના ત્રણ સંતાનો ક્વાર્ટરની અંદર જ હતા એ દરમ્યાન તેની મોટી પુત્રી 15 વર્ષીય શંકુતલાએ રૂમની અંદર રસોઇ બનાવવા માટે ગેસનો બાટલો ચાલુ કર્યો હતો. એ રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી ત્યારે જ અચાનક કોઇ કારણોસર ગેસના બાટલામાં આગ લાગી હતી. ત્યારે આ સમયે રૂમની અંદર રહેલ શંકુતલા (ઉંમર વ.15), નાનોભાઈ કરુણાશંકર (ઉંમર વ. 7) અને તેની નાની બેન અનુસરી (ઉંમર 5) ગંભીર રીતે દાઝી ગયા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/