મોરબીના પીપળી રોડ પર ડમ્પર હડફેટે યુવાનનું મોત

0
462
/

મોરબીના પીપળી રોડ પર પુરપાટ આવતા ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વાવડી રોડ પર આવેલ જનકનગર શેરીના રહેવાસી સુરેશ મહાદેવભાઈ સરાવાડીયા (ઉ.૨૬) વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈ અતુલભાઈને હરીપર કેરાળા રોડ પર ચાની કેન્ટીગ તથા અનાજ કારીયાણાની દુકાન હોય અને ગત તા.૧૫ ના રોજ અતુલભાઈ દુકાનેથી રાત્રીના ઘરે પરત ફરતા હોય દરમિયાન પીપળી રોડ પર જી.ઈ.બી. સબ સ્ટેશન નજીક ડમ્પર ચાલક જીજે ૦૩ એ ઝેડ ૬૮૩૧ના ચાલકે અતુલભાઈના એકટીવા જીજે ૩૬ ઈ ૮૮૬૫ સાથે હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/