મોરબી : માળીયા તાલુકાના ખેડૂતો માટે સરળતા રહે એ માટે પીપળીયા ચાર રસ્તા નજીક ચણા તેમજ કપાસ વેંચાણ કેન્દ્ર સીસીઆઇ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રની મુલાકાત લઈ ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોએ સમીક્ષા કરી હતી.
ધારાસભ્ય બ્રિજેશ મેરજા, NSUIના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ આર. કે. પારેજીયા તથા તાલુકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ફૂલતરીયાએ પીપળીયા ચાર રસ્તે સીસીઆઇ દ્વારા ચલાવતા કપાસ અને ચણા ખરીદ કેન્દ્રની મુલાકાત કરી હતી. આ દરમ્યાન ખેડૂતોને પડતી મુશ્કેલીઓ નિવારવા સીસીઆઇના કેન્દ્ર સંચાલકો સાથે ચર્ચા કરેલ હતી.
આ ઉપરાંત સરવડ, મોટી બરાર, નાની બરાર, જશાપર, નાના ભેલા, મોટા ભેલા ગામની મુલાકાત લઇ ગામના આગેવાનો સાથે પણ વિચાર વિમર્શ કર્યો હતો. ભાવપર, બગસરા સહિતના ગામોની પીવાના પાણી અંગે સ્થળ મુલાકાત કરી સ્થાનીય આગેવાનો પાસેથી વિગતો મેળવી હતી. નાના ભેલાથી તરઘડીનાં ચાલુ થયેલ રોડ કામની સમીક્ષા કરી હતી. ધારાસભ્યની સ્થળ મુલાકાતથી સ્થાનીય ગ્રામીણોએ હર્ષ વ્યક્ત કર્યો હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide