મોરબીના વતની ડો. ડેવિશ સદાતિયા અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે નિભાવેછે ફરજ

0
86
/

મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે મેડિકલ સ્ટાફ રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હોવાનું પણ છે. ત્યારે મોરબીના વતની ડો. ડેવિશ છગનભાઇ સદાતિયા પણ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

મૂળ ખાખરાળાં ગામના વતની, હાલ મોરબી નિવાસી પશુ ડો. મુકેશભાઈ છગનભાઈ સદાતિયાના પુત્ર ડો. ડેવિશ હાલ હોટસ્પોટ અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 80થી વધુ નિષ્ઠાપૂર્વક સારવાર કરી રહ્યા છે. આથી, પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ તેઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરેલ છે. ઉલ્લેખનીય છે કે ડો. ડેવિશએ તે જ હોસ્પિટલમાં MBBSની ડિગ્રી લીધેલ છે. તેમજ હાલ તે જ હોસ્પિટલમાં ઇન્ટર્ન મેડિસિન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહેલ  છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/