મોરબીમાં પ્લાસ્ટિક કચરા નાબુદી માટેની નવતર યોજના થકી બે માસમાં 29 ટન કચરો એકત્ર કરાયો

0
45
/
જ્યાં ત્યાં ફેકાતો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ સાર્થક બન્યો, આગામી સમયમાં આ યોજનામાં સુધારા કરીને કચરાના બદલામાં જીવન જરૂરી વસ્તુઓ આપવાની વિચારણા

મોરબી : તજેતરમા મોરબી નગરપાલિકા તંત્રએ ખાસ કરીને પ્લાસ્ટિકના કચરાની નાબુદી માટે કમર કસી હતી અને બે મહિના પહેલા ‘પ્લાસ્ટિકનો કચરો આપો અને આકર્ષક ભેટ લઈ જાઓ’ની યોજનાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવી હતી. ત્યારે પ્લાસ્ટિક નાબુદી માટેની નવતર યોજના થકી બે માસમાં 29 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્ર થયો છે. પ્લાસ્ટિક નાબુદીને વધુ સઘન બનાવવા માટે પાલિકા તંત્ર આગામી સમયમાં આ યોજનામાં સુધારા કરીને કચરાના બદલામાં જીવન જરૂરી વસ્તુઓ આપવાની વિચારણા કરી રહ્યું છે.

મોરબી નગરપાલિકાએ અગાઉ પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ પર કડક પ્રતિબંધ લાદી દીધા બાદ પણ શહેરમાં ઠેરઠેર પ્લાસ્ટિકનો કચરો ફેંકાયેલો જોવા મળતા પ્લાસ્ટિકના કચરાની નાબુદી માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. પ્લાસ્ટિક નાબુદી માટે ખાસ યોજના બે માસ પહેલા અમલી બનાવી હતી. જેમાં ‘પ્લાસ્ટિકનો કચરો આપો અને પ્લાસ્ટિકની જ ઘર ઉપયોગી વસ્તુઓ લઈ જાઓ’ તેવી લોકો માટેની નવતર યોજનાને પાલિકા તંત્રએ ખાસ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવેલ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/