મોરબી અને માળિયામાં 1395 વાંધાજનક રાજકીય પ્રચાર સાહિત્ય દૂર કરવામાં આવ્યું

0
50
/

પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાની અમલવારી : જાહેર સ્થળોએ 1217 અને ખાનગી જગ્યાએ 178 પોસ્ટર, હોર્ડિંગ્સ અને લખાણો પણ હટાવી દેવાયા

મોરબી : તાજેતરમા મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એ સાથે જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જ્યારે મતદારોને આકર્ષવા માટે વિવિધ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ, બેનરો, દીવાલો પર લખાણો મુકવામાં આવ્યા હતા. જો કે આ ચૂંટણી પ્રચાર સાહિત્યથી આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ચૂંટણી પ્રચાર સાહિત્ય હટાવી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં મોરબી અને માળિયામાં 1395 વાંધાજનક રાજકીય પ્રચાર સાહિત્ય દૂર કરાયું છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મતદારોને પ્રભાવિત કરવા માટે જુદા-જુદા રાજકીય પક્ષો દ્વારા જાહેર સ્થળો અને ખાનગી મિલકત ઉપર હોર્ડિંગ્સ, પોસ્ટર અને દીવાલ પર લાખણો સહિતનું સાહિત્ય લગાવવામાં આવ્યું હતું. મતદારોને પ્રભાવિત કરનાર આ ચૂંટણી પ્રચાર સાહિત્યથી આચારસંહિતાનો ભંગ થતો હોવાથી આ વાંધાજનક ચૂંટણી પ્રચાર સાહિત્ય હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જાહેર સ્થળો પર 73 વોલ રાઇટિંગ, 342 પોસ્ટર, 122 બેનર અને અન્ય 680 મળીને કુલ 1217 અને ખાનગી જગ્યાએ 8 વોલ રાઇટિંગ, 75 પોસ્ટર, 35 બેનર અને અન્ય 60 મળીને 178 જેટલા વાંધાજનક સાહિત્ય હટાવવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/