મોરબી પોલીસના કોરોના યોદ્ધા સલિમભાઈ મકરાણી સહીત બે દર્દીના મૃત્યુ : કુલ મૃતાંક 14

0
266
/

મોરબી: શહેરમાં ગઇકાલ સુધીમાં મોરબી જિલ્લાની અંદર સરકારી ચોપડે નોંધણી થયેલ આંકડા મુજબ 189 જેટલા કોરોના પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં નોંધાયેલા હતા તેમાં ગઈકાલના દિવસમાં વધુ નવા આઠ કેસ નોંધાયા છે જેથી કરીને જીલ્લામાં કુલ મળીને 197 કેસ થયા છે અને આજની સાંજ સુધીમાં કોરોનાની બેવડી સદી થઇ જાય તેવી શક્યતા છે અને છેલ્લી ૨૪ કલાકના સમયમાં ત્રણ કોરોના પોઝીટીવ દર્દીના મોત થયા છે

મોરબીમાં વધુ આઠ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં શહેરની પારેખ શેરીમાં રહેતા 26 વર્ષના યુવાન, પારેખ શેરીમાં રહેતા 49 વર્ષના યુવાન, ભવાની ચોકમાં40 વર્ષના યુવાન, કુંજ ગલી વિવેકાનંદનગર હનુમાન મંદિર પાસે ૩૩ વર્ષના યુવાન, સામાકાંઠે વર્ધમાન સોસાયટીમાં ૬૨ વર્ષના વૃદ્ધ, સોમૈયા સોસાયટીમાં ૫૫ વર્ષના વૃધ્ધા, રવાપર રોડ લક્ષ્મી સોસાયટીમાં 74 વર્ષના વૃધ્ધા અને ટંકારા તાલુકાના લજાઈ ગામે ૬૫ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે હાલમાં આ લોકોની સારવાર ચાલુ છે જો કે ગઈકાલે વાંકાનેરની અપસરા શેરીમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધ મુકુંદરાય તારાચંદ દોશીનું રાજકોટ ખાતે સારવારમાં મોત થયું હતું ત્યારે બાદ આજે મોરબી જીલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવ દર્દીના મોત થયા છે જેમાં મંજુલાબેન લાલજીભાઈ આડેસરા (80) અને પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઇ મકરાણી (54) નો સમાવેશ થાય છે અને તેઓની રાજકોટ સિવિલમાં સારવાર ચાલુ હતી આજની તારીખે જીલ્લામાં કોરોનાથી કુલ મળીને ૧૪ લોકોના મોત નોંધાયા છે અને આજની તારીખે પોઝીટીવ કેસની સંખ્યા ૧૯૭ થાય છે અત્રે ઉલેખનીય છે કે, આજે રાજકોટમાં મૃત્યુ પામેલા મંજુલાબેન લાલજીભાઈ આડેસરા (80)ના દીકરા ભરતભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ લાલજીભાઈ આડેસરા (59) વર્ષને કોરોના હતો અને તેનું અગાઉ મોત થયું હતું અને હજુ આ પરિવારના ત્રણ કરતા વધુ સભ્યો સારવાર હેઠળ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/