મોરબી પોલીસે પાવડરની આડમાં છુપાવેલો 130 બોટલ દારૂ ઝડપી લીધો

0
203
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેર બાઉન્ડ્રી નજીક એલસીબી ટીમે ઓપરેશન પાર પાડી રૂ.13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકને દબોચ્યો

મોરબી : હાલ મોરબી એલસીબી ટીમે આજે બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પાવડર અને સ્પેરપાર્ટ્સની આડમાં છુપાવી લઈ જવાઇ રહેલ 130 બોટલ દારૂ સહિત 13.42 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

આજરોજ એલસીબી પીઆઇ વી.બી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનને લગતી કામગીરીમાં પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વિરાજસિંહ જાડેજા, તથા પો.કો. વિક્રમભાઇ કુગસીયાને સંયુકત બાતમી મળેલ કે, અમદાવાદ-રાજકોટ હાઇવે રોડ, વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટાટા 1109 વાહન નં. GJ-03-AZ-3289 વાળી પસાર થનાર છે. જે વાહનમાં અંગ્રેજીદારૂનો જથ્થો ભરેલ છે. જેને પગલે બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચમાં ગોઠવતા ઉક્ત વાહન મળી આવતા ચેક કરતા પાવડરની થેલીઓ તથા સ્પેરપાર્ટની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/