મોરબી : તાજેતરમા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગઈકાલે 70 જન્મદિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વાંકાનેર નજીક આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલ મંદિરે વડાપ્રધાન મોદીના 70 માં જન્મદિને તેમના નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય માટે 70 દીપ પ્રગટાવીને માટેલધામના મહંત રણુંબાપુ, વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ વાધજીભાઈ ડાંગરિયા, ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડાયરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિ, તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરતભાઇ કાંકરેચા, ભાજપ અગ્રણી દામોદરભાઈ પટેલ, માટેલના વરિષ્ઠ આગેવાનો જગદીશબાપુ, મગનભાઈ ધેણોજા, પ્રેમજીભાઈ વિરસોડિયા, ગોકળભાઈ વિરસોડિયા તથા ભક્તજનોએ માં ખોડિયાર સમક્ષ અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide