મોરબીના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય સંઘમાં શિક્ષક સંઘ દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.મોરબીના પ્રાથમિક શિક્ષકોના અમુક પ્રશ્નોની રજુઆત શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને કરવામાં આવી હતી. આ રજુઆતમાં વિદ્યાસહાયકોને ફૂલ પગારમાં અડચણરૂપ એસ.પી.એલ.ની રિકવરી કે કપાત પગારના મુદ્દાનો ઉકેલ, મોરબીને જિલ્લો ઘોષિત કર્યાને છ વર્ષ થઇ ગયા હોવા છતાં શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ નવરચિત મોરબી જિલ્લામાં ખુલ્યા નથી, તો તેનો ઉકેલ, એલ.ટી.સી. રોકડ રુપાંતરમાં મેડિકલ રજા ગણવી, બદલી કેમ્પની નિયમિતતા, જિલ્લા પંચાયત બેન્કની સરખામણીમાં વધુ વ્યાજ વસુલે છે તે બાબત, પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને સેટઅપમાં ન ગણવા, જૂની પેંશન યોજનાનો અમલ ન થાય ત્યાં સુધી નવી પેંશન યોજનાનો યોગ્ય અમલ, સમયસર મોંઘવારી ભથ્થા જાહેર કરવા, વર્ધિત ફાળાની અમલવારી, ઉપાડ અને વહેંચણી અધિકારી તરફથી વર્ધિત પેંશનધારકોને વર્ષ 2013થી પહોંચ આપવામાં આવતી નથી, તો આ પહોંચ મળી રહે એવી વ્યવસ્થા કરવી જેવા મુદ્દાઓનો ઉકેલ આવે એવી રજુઆત જિલ્લાના તમામ શિક્ષકો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ હુંબલે કરી હતી.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.