મોરબીના સૌથી ચકચારી જી.એસ.ટી. પ્રકરણના આરોપી નો જામીન પર છુટકારો

0
304
/
/
/

મોરબીના સૌથી ચકચારી જી.એસ.ટી. પ્રકરણમાં આરોપી સી.એ. હાર્દિક પ્રફુલભાઇ કટારીયાનો મોરબી ડીસ્ટ્રકટ કોર્ટમાં જામીન પર છુટકારો.મોરબી બી ડીવીજન પોલીસે ફરિયાદી વિનોદ મગનભાઇ મકવાણા (રાજય વેરા અધિકારી) ની ફરિયાદ પરથી કે આ કામના આરોપીઓએ ખોટી નામ વાળી પેઢીઓ બનાવી આરોપી હાર્દિક કટારીયાએ ઈમેઈલ આઈ.ડી. બનાવી સાહેદોના સીમકાર્ડ પોતાના મોબાઈલમાં નાખી ઑ.ટી.પી મેળવી એમ કુલ ૧૩ પેઢીઓ બનાવી આરોપીઓએ જી.એસ.ટી. નંબર તથા યુજર્સ આઈ.ડી.નંબર મેળવી બીજા આરોપીઓ સાથે મળી ગુનાહીત કાવતરું રચી જી.એસ.ટી. નંબરનો દૂર ઉપયોગ કરી ૨૮૭૯ ઇ.વે.બીલ જનરેટ કરી જેના કારણે સરકારના ૧૧,૧૭,૦૬,૮૯૧ નો ટેક્ષ નહીં ભરી આર્થીક નુકશાન પહોંચાડેલ.

જેથી મોરબી બી ડીવી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦બી તથા આઈ.ટી.એક્ટની કલમ ૬૬ (સી),(ડી) તથા ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ ૨૦૧૭ (જી.એસ.ટી.) ની કલમ ૧૩,૨(૧) (એ) (જે)(એલ) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલી. આરોપી તરફે મોરબી જિલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દિલિપ આર.અગેચાણીયા રોકાયેલ.

આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી ચાટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ) છે. આરોપીએ આ કામમાં કોઈજ પ્રકારનો ગુનો કરેલ નથી કોઈ બોગસ પેઢીઓના આધારે કોઈ જી.એસ.ટી. નંબર મેળવેલ નથી. માત્ર વ્યવસાયને લગતું જ કાર્ય કરેલ છે. પોલીસે અમારી વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કરેલ છે. આરોપી નાસી ભાગી જાય તેમ નથી. સરકાર ને કોઈ આર્થીક નુકશાન પહોંચાડેલ નથી. તેમજ નામ સુપ્રીમ કોર્ટના ૨૦૧૨(૭) જી.એલ.આર પાનાં નં.૯૩ સંજય ચંદ્રા વિરુદ્ધ સી.બી.આઈ. ના કેસમાં જણાવેલ જામીન અંગેના સિધ્ધાંતોને ધ્યાને લઈ જામીન પર મુક્ત કરવા દલીલ કરવામાં આવેલ. બંને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દિલિપ આર. અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ.

આ કામમાં આરોપી તરફે મોરબી જિલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દિલીપભાઇ અગેચાણીયા, જીતેન અગેચાણીયા,પુનમ અગેચાણીયા,જીતેન્દ્ર ડી.સોલંકી રોકાયેલા હતા.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner