મોરબીમાં ખરીદેલું મકાન ફરી વેચાતુ લેવા મામલે આધેડ સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો

0
152
/
ત્રણ શખ્સોએ હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ

મોરબી : તાજેતરમાં મોરબીના સામાકાંઠે આવેલા મકાનને અગાઉ બિલ્ડરે ત્રણ શખ્સોને વેચાતું આપ્યું હતું. પણ આ ત્રણ શખ્સો મકાનના સમયસર પૈસા ન આપી શકતા બિલ્ડરે એ મકાનને ફરી અન્ય આધેડને વેચાતું આપી દીધું હતું. આ બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ આધેડ સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો.

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી-૨ સમર્પણ હોસ્પીટલ પાછળ રહેતા અમરશીભાઇ દેવાભાઇ મારૂ (ઉ.વ.૫૪) એ મોરબી-૨ સમર્પણ હોસ્પીટલ પાછળ આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઇ, નરેશભાઇ નાગજીભાઇ, મહેન્દ્રભાઇ નાગજીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૩૦ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામા આરોપીએ અગાઉ એક મકાન ખરીદેલ હતુ. તેના પૈસા ન થતા આ મકાનના બીલ્ડરે ફરીયાદીને મકાન વેંચતા, જે બાબતનો ખાર મનદુ:ખ રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ વતી માથામા ઇજા કરી હતી. તેમજ આરોપીઓએ સાહેદ નરેશભાઇને તથા સાહેદ ભુપતભાઇને લાકડીના ધોકા વતી બન્નેને માથામા તેમજ આડેધડ માર મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે ડિવિઝન પોલીસે આધેડની ફરિયાદ પરથી ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/