મોરબીના રબારી વાસમાં સાપ પકડવા સમયે બોલચાલી થતા યુવાન પર છરી વડે હુમલો

0
256
/

મોરબીના રબારીવાસમાં સાપ નીકળેલ હોય જેને પકડતા સમયે બે શખ્સોએ દેકારો કરતા બોલાચાલી થઇ હતી અને બાદમાં બે શખ્સોએ યુવાનને છરી મારી માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

        મોરબીના રબારીવાસમાં રહેતા સંજય રામજીભાઈ રબારીએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે પોતાની શેરીમાં સાપ નીકળેલ હોય જેને પકડતા હોય ત્યારે આરોપી રાહુલ જીવનદાસ બાવાજી અને હાર્દિક ઉર્ફે પ્રેમ દીપકભાઈ ઓળ આવીને દેકારો કરતા ફરિયાદી સંજયએ દેકારો કરવાની નાં પાડતા આરોપી રાહુલ અને હાર્દિકે ગાળો આપી બોલચાલી કરીને આરોપી રાહુલ બાવાજીએ છરી કાઢી વધારે બોલતો નહિ નહીતર જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ફરિયાદી સંજયના કપાળના ભાગે છરીનો એક ઘા મારી આરોપી હાર્દિકે લાતો મારી હોવાની ફરિયાદ સંજયભાઈ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/