મોરબીની રંગપર ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સર્વાનુંમતે સરપંચ અને ઉપસરપંચની નિયુક્તિ
મોરબી : હાલ મોરબી જિલ્લાની હાલ ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ દરમિયાન વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તેવા અથાક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે મોરબીની રંગપર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.જો કે રંગપર ગ્રામ પંચાયત વર્ષ 1980થી પાંચમી વખત સમરસ જાહેર થઈ છે.
મોરબીની રંગપર ગ્રામ પંચાયત હાલમાં સમરસ જાહેર થતા સર્વાનુંમતે સરપંચ અને ઉપસરપંચની નિયુક્તિ કરવામાં આવી છે. પીપળી રોડ ઉપર આવેલ રંગપર ગ્રામ પંચાયત વર્ષ 1963થી જ અસ્તિત્વમાં છે. જ્યારે વર્ષ 1980થી રંગપર ગ્રામ પંચાયત ગામના આગેવાનોના પ્રયાસોથી સમરસ થવાનું શરૂ થયું હતું. જેમાં વર્ષ 1980 માં સમરસ થયા બાદ 1985માં ચૂંટણીઓ થઈ હતી અને ફરી 1990, 1995માં સમરસ અને 2001માં ચૂંટણી થઈ હતી.જ્યારે 2005 અને 2010માં પણ સમરસ થયા બાદ હાલ 2021ની સાલમાં પાંચમી વખત આ ગ્રામ પંચાયત સમરસ થઈ હોવાનું ગામના અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide