મોરબી : કાચી કેનાલમાં પાણી છોડાતા પાણી લોકોના ઘરોમાં ઘુસી જવાની દહેશત

0
49
/

મોરબી : મોરબી, માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે કેનાલમાં પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે મોરબીના મચ્છુ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી, હવે ખેડૂતો આગોતરું વાવેતર કરી શકશે અને સારો પાક મેળવીને ગત વર્ષ થયેલી નુકશાનીની સરભર કરી શકશે. પણ બીજી બાજુ કેનાલ કાચી હોય સ્થાનિકો મુશ્કેલીઓમાં મુકાય ગયા છે.

મોરબી, માળિયાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના ખેડૂત અગ્રણીઓએ સરકારમાં રજુઆત કરી હતી. જેના પગલે કેનાલમાં પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી, મોરબીના મચ્છુ-2 ડેમમાંથી હાલ 30 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. હાલમાં મચ્છુ-2 ડેમમાં 1840 એમસીએફટી પાણીનો જથ્થાનો સંગ્રહ છે. હાલના કેનાલમાં 30 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો મોરબીના 17 અને માળીયાના 2 મળીને કુલ 19 ગામોના ખેડૂતોને લાભ મળશે તેવું જાણવા મળેલ છે

બીજી તરફ વાવડી રોડ પર આવેલ ગાયત્રી સોસાયટી, સિદ્ધિ વિનાયક સોસાયટીના રહીશોએ એવી ફરિયાદ કરી છે કે વાવડી તરફની કેનાલ હજુ કાચી છે. હજુ આ કેનાલનું કામ પૂરું થયું નથી અને નાલા પણ હજુ કાચા છે. કેનાલનું કામ હજુ અધુરું છે. કેનાલનું કામ હજુ પૂરું થયું નથી. ત્યાં જ પાણી છોડી દેવાયું છે. તેથી, નાલુ તૂટી જાય તો પાણી આ સોસાયટીના ઘરોમાં ઘુસી જશે. તે ઉપરાંત, મચ્છુ કેનાલ યોગ્ય રીતે સફાઈ કરી નથી અને જે કચરો નીકળે છે. તે કેનાલની બહાર જ નાખી દીધો છે અને છેલ્લા દસ-બાર દિવસથી કેનાલની બહાર પડેલો.કચરો ઉપડવાની તસ્દી લીધી નથી. કેનાલની અંદરના ઝાડી, ઝંખરાં કાઢીને યોગ્ય નિકાલ કરવાને બદલે બહાર રોડ ઉપર ફેંકી દીધા છે. આમ, કેનાલની જે સમ ખાવા પૂરતી જે સફાઈ કરી છે. તેમાં પણ વેઠ ઉતારી છે. આથી, કેનાલની બહાર રહેલો કચરો ફરી કેનાલની અંદર જ પડી રહ્યો છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/