મોરબીમાં ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી 1 રિજેક્ટ બાકીના 54 નેગેટિવ

0
16
/
/
/

મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી આજે લેબોરેટરીમાં એક સેમ્પલ રિજેક્ટ થયું હતું. જ્યારે બાકીના 54 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ દીધો છે.

આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કામગીરી અંતર્ગત 55 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી એક સેમ્પલ ટેક્નિકલ કારણોસર રદ થયું હતું. જ્યારે બાકીના તમામ સેમ્પલનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધી કુલ ચાર કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેમાંથી બે દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે કોરોનાગ્રસ્ત મુંબઈ આવેલા વાવડી રોડ પર રહેતા વૃધ્ધા અને અમદાવાદથી ટંકારાના જયનગર ગામેં આવેલા યુવાન સારવાર હેઠળ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner