મોરબીને ફરી સૌરાષ્ટ્રનું પેરિસ બનવવા સલાહકાર સમિતિ બનાવવા પ્રમુખે સૂચન આપ્યું

0
54
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ચૂંટણી પરિણામો બાદ ચૂંટાઈ આવનારી પાંખ માટે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખની સોનેરી સલાહ અપાઈ 

મોરબી : સિરામિક ઉદ્યોગ થકી સમગ્ર ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં મોરબીની આગવી ઓળખ ઉભી થઈ છે પરંતુ મહાનગરપાલિકાની હરોળમાં આવતા મોરબી શહેરમાં આજે ગામડામાં મળે તેવી સુવિધા પણ શહેરીજનોને મળતી ન હોવાથી આગામી ચૂંટણીમાં ચૂંટાઈ આવનાર બોડીને શહેરના સર્વાંગી વિકાસ માટે એક એડવાઈઝરી કમિટીની રચના કરવા સિરામિક એસોશિએશન પ્રમુખે સૂચન કર્યું છે.

મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ સોશિયલ મીડિયા મારફતે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે જેમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાની ચુંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે જરૂરી નથી રાજકારણમા જોડાયા હોય તે જ મોરબીના વિકાસમા જોડાઇ શકે, આવનાર ચુંટણીના પરીણામ પછી નવી બોડી આવે ત્યારે મોરબીમા ચુંટાયેલ પ્રતિનીધી અને બોડી મોરબીના સામાન્ય અને પ્રબુધ્ધ નાગરીકોની કમીટી બનાવીને મોરબી પાછુ સૌરાષ્ટ્રનુ પેરીસ બને તે માટે લોકોને આમંત્રીત કરીને સલાહકાર કમીટી બનાવવી જોઇએ જેથી કરીને મોરબીનો વિકાસ કરી શકાય.

વધુમાં તેઓ ઉમેરે છે કે, સત્તામા તો લીમીટેડ વ્યકિતઓ જ આવી શકે પરંતુ જો એક એડવાઇઝરી કમીટીનુ ગઠન થાય તો જ મોરબીને પોતાની ઓળખ પાછી અપાવી શકીશુ આ સંજોગોમાં આવનાર સમયમા ચુંટણીના પરીણામ બાદ ચુંટાયેલ બોડીએ આ તરફ વિચારવુ જોઇયે તેવુ મારૂ સ્પષ્ટપણે માનવુ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/