મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં સરકારી શિક્ષકને તેની ગેરવર્તણુક બદલ ફરજમાંથી બરતરફ કરાયા છે જે કાર્યવાહી બદલ આજે રાજપૂત સમાજ અને કરણી સેના આગેવાનોએ અધિકારીઓનું અભિવાદન કર્યું હતું
શ્રી રાજપૂત કરણી સેના મોરબી અને શ્રી રાજપૂત સમાજ મોરબીના આગેવાનો રઘુવીરસિહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ આજે જીલ્લા પંચાયત કચેરી ખાતે ડીડીઓ તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રૂબરો મળી અભિવાદન કર્યું હતું ફરજ પરના શિક્ષક સાથે ગેર વ્યવહાર કરનાર શિક્ષકને સજા ફટકારી યોગ્ય કાર્યવાહી કરી હોય જેથી સંસ્થાઓએ આ નિર્ણયને વધાવીને અધિકારીઓનું સન્માન કર્યું હતું અને તેમની કામગીરીને બિરદાવેલ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide