નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પહેલા સર્જાયો અકસ્માત
મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પાસે કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માત રાત્રીના 9 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. જેમાં હનુમાનજી મંદિર નજીક જી.જે. 3 સિઆર 9941નંબરની એસેન્ટ કાર અને જી.જે. 36 એન 9694 નંબરના એક્ટિવા બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પોહચતા તેને 108 મારફત હોસ્પિટલે સારવાર માટે ખસેડવા આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide