મોરબીના લાલપર ગામે પરિણીતાનો આપઘાત : પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ

0
215
/
/
/
મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ તથા સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના લાલપર ગામેં ઓનેસ્ટ હોટલ પાસે રહેતી જાગૃતિબેન વિનોદભાઇ રાણવા (ઉ.વ.25) નામની પરિણીતાએ ગત તા.11 ના રોજ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ પોતાની દીકરીને મરવા મજબૂર કર્યાની તેણીના પતિ તથા સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર લાલપર ગામે પરિણીતાના આપઘાત કેસમાં મૃતકના પિતા મીઠાભાઈ દેવશીભાઈ પરમાર (રહે ઇન્દિરાનગર)એ મૃતકના પતિ વિનોદભાઈ મકનભાઈ રાણવા, સસરા મકનભાઈ આંબાભાઈ રાણવા તથા સાસુ ઇન્દુબેન મકનભાઈ રાણવા સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ ફરીયાદીની દિકરી જાગૃતિબેનને ‘તું કાંઇ કામ કરતી નથી અને તને કાંઇ કામ આવડતુ નથી’ તેમ મેણાટોણા બોલી દુખ અને ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા, જે દુખ અને ત્રાસ જાગૃતિબેનથી સહન નહી થતા પોતાની મેળે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner