મોરબી: સામાકાંઠે નટરાજ ફાટક પાસે 84 બોટલ ઈંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

0
382
/

રૂ.25,200ની કિંમતનો.ઈંગ્લિશ દારૂ તથા કાર મળીને કુલ રૂ.75,200 નો મુદ્દામાલ પણ કબજે લેવાયો

મોરબી : હાલ મોરબી બી ડિવિજન પોલીસ સ્ટાફે બાતમીના આધારે શહેરના સામાકાંઠે નટરાજ ફાટક પાસે 84 બોટલ ઈંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.બી ડિવિજન પોલીસે રૂ.25,200ની કિંમતનો.ઈંગ્લિશ દારૂ તથા કાર મળીને કુલ રૂ.75,200 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુયના મુજબ મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિજન પીઆઇ આઇ.એમ. કોંઢીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પો.કોન્સ. ભગીરથભાઇ દાદુભાઈ લોખીલની બાતમી આધારે નટરાજ ફાટક પાસેથી નીકળેલી જીજે ૧૨ જે ૦૭૫૮ નંબરની કારને અટકાવીને પોલીસે તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી લખેલ 750 મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ 84 કી.રૂ.25,200 નો ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.આથી પોલીસે આ ઈંગ્લિશ દારૂ તેમજ કાર મળીને કુલ મુદામાલ રૂ.75, 200 ના સાથે મળી આરોપી ચીરાગ જગદિશભાઇ ગાંધી રહે માધાપર શેરી નં ર મોરબી વાળાની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.આ કામગીરીમા પો.હેડ.કોન્સ. ક્રીપાલસીંહ ચાવડા તથા તથા પો.હે.કો. ઇસ્તીયાઝભાઇ જામ તથા પો.હે.કો. અર્જુનસીંહ ઝાલા તથા પો.કોન્સ મુકેશભાઇ જીલરીયા તથા પો.કો. રમેશભાઇ મીયાત્રા તથા પો.કો. વનરાજભાઇ ચાવડા તથા પો.કો. દેવસીભાઇ મોરી એમ પો.સ્ટાફના માણસો કામગીરીમાં સાથે મદદમાં રોકાયેલ હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/