જેતપર સીટ હેઠળ આવતા વધુને વધુ ગામો સમરસ થાય તે માટે ભાજપ આગેવાનની અનોખી પહેલ
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની જેતપર સીટ હેઠળ આવતા ગામો સમરસ થશે તો સેવાભાવી અજય લોરીયા દ્વારા રૂ. 1 લાખની સહાય આપવામાં આવશે.
મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા એ સરાહનીય પહેલ કરી છે. આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે. ત્યારે ગામમાં એકતા જળવાય તે માટે ગામ સમરસ થાય તો સરકાર દ્વારા ગામનો વિકાસ થાય તે માટે વધારાની ગ્રાંટ આપવામાં આવે છે.
મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા સરાહનીય અને આવકારદાયક પહેલ કરી છે. આગામી યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે . ત્યારે ગામ માં એકતા જળવાય અને સમરસ થાય તો સરકાર દ્વારા ગામનો વિકાસ થાય માટે વધારાની ગ્રાંટ આપવામાં આવે છે
જેથી ગામનો સર્વાંગી વિકાસ થાય ત્યારે સેવા કાર્યો અને લોકોના કામોમાં હંમેશા અગ્રેસર રહેતા રાષ્ટ્ર ભક્ત યુવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા વધુ ને વધુ ગામો સમરસ થાય તેના માટે જિલ્લા પંચાયતની જેતપર સીટમાં આવતા ગામો જેતપર,વાઘપર,પીલુડી,રાપર, સાપર, જસમતગઢ,ગાળા, ચકમપર,જીવાપર, કેશવનગર ,લક્ષ્મીનગર ,ભરતનગર, નવા સાદુળકા, હરીપર ,કેરાળા, રવાપર (નદી),ગુંગણ ,સોખડા, બહાદુરગઢ ,નવા નાગડાવાસ ,જૂના નાગડાવાસ ,કૃષ્ણનગર,ભક્તિનગર ,અણિયારી,અમરનગર ,જૂના સાદુળકા ગામોમાથી જે ગામ સમરસ થાશે એ ગામના વિકાસ માટે પોતે પોતાના ગીચાના ૧ લાખ રૂપિયા વિકાસ કાર્યો માટે આપવાની જાહેરાત કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide