વાંકાનેરમાં ભરબજારે એસટી બંધ પડી જતા મુસાફરોને ધક્કા મારવા પડ્યા: શરમ કરો એસ. ટી તંત્ર

0
197
/
/
/

વાકાનેર : હાલ ગુજરાત એસટી દ્વારા સલામત સવારી એસટી અમારી સૂત્રને વહેતુ મૂક્યું છે ત્યારે આજે વાંકાનેરની ભરબજારે એક ડામચિયા જેવી એસટી બસ બંધ પડી જતા મુસાફરોને ધક્કા લગાવવા પડ્યા હતા. આ દ્રશ્યો જોતા મુસાફરોએ જ એસટીને સલામત સવારી એસટી અમારી… બંધ પડે તો ધક્કા મારવાની જવાબદારી મુસાફરોની એવું નવું સૂત્ર આપ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ખોતરી રહેલા એસટીના બાબુઓ બસને ધક્કા લાગતા હોય તેવા વિડીયો વાયરલ થાય તો નિર્દોષ એસટી ચાલકને ડિસમિસ કરવા સુધીના પગલાં લઈ રહ્યા છે ત્યારે આજે વાંકાનેરમાં બપોરના સમયે બજારની વચ્ચોવચ ડામચિયા જેવી જૂની બસ બંધ પડી જતા બસમાં બેઠેલા મુસાફરોને ધક્કા મારવા પડ્યા હતા.ઉલ્લેખનીય છે કે આ અગાઉ મોરબી બસસ્ટેન્ડમાં ધક્કા ગાડીના વિડીયો વાયરલ થતા એસટીની પ્રતિષ્ઠાનો ઠેકો લઈને બેઠેલા ડેપો મેનેજર શામળાએ એસટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી હોવાનો આરોપ લગાવી એસટીના ડ્રાઇવરને બરતરફ કરાવી નાખ્યા છે ત્યારે આવી ભંગાર બસ રૂટ ઉપર ચલાવી મુસાફરોના જીવ ઉપર જોખમ સર્જતાં ડેપો મેનેજર વિરુદ્ધ પણ પગલાં લેવાવા જ જોઈએ તેવું મુસાફરો જણાવી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner