એક મહિનામાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
મોરબી : મોરબી શહેરમાં આવેલા સાવસર પ્લોટ વિસ્તારમાં પ્રભાત હોસ્પિટલ પાસેની ગટરની સફાઈ અને મરામત થતી ન હોવાથી ઉભરાતી ગટરોને કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. જે બાબતે તાકીદે કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ વિસ્તારમાં મોટા ભાગની મોરબીની હોસ્પિટલો આવેલી છે. અહીં બીમાર લોકોની તેમજ દર્દીઓના પરિજનોની મોટી અવર જવર રહેતી હોય છે. આ વિસ્તારમાં પ્રભાત હોસ્પિટલ વાળા ચાર રસ્તા પાસેની ગટર અવાર નવાર ઉભરાઈ જાય છે. અનેક ફરિયાદો કરવા છતાં આનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. આ સમસ્યાથી રોગચાળાનો ગંભીર ખતરો મંડરાય રહ્યો છે. અહીં આવેલી દરેક હોસ્પિટલમાં પાણીના નળમાં દુષિત પાણી જ આવે છે. તંત્રને અનેક વખત રૂબરૂ, લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવામાં આવી હોવા છતાં છેલ્લા બે વર્ષ થયા આ પ્રશ્નનો નિકાલ આવતો નથી. આ બાબતે તંત્રને યોગ્ય આદેશો આપી આ વિસ્તારના લોકોને તેમજ બહારથી આવતા દર્દીઓને આ મુશ્કેલી માંથી મુક્ત કરાવવાની માંગણી પ્રબળ બની રહી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide