મોરબી : ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોએ સ્વબળે રોડ-રસ્તાનું સમારકામ કર્યું

0
78
/

મોરબી : પાછલા દિવસોના પડેલા ભારે વરસાદને કારણે મોરબીની ઘણી સોસાયટીઓમાં રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ હતી. ત્યારે તંત્રની રહેમનજરની રાહમાં બેસી રહેવાને બદલે કંડલા બાયપાસ રોડ સ્થિત એક સોસાયટીના રહીશોએ સ્વબળે રોડ-રસ્તામાં પડેલા ગાબડા પુરીને તંત્રના ગાલે જાણે તમાચો માર્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે.

તાજેતરમાં પડેલા વરસાદને કારણે કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રોડ-રસ્તાની હાલત કથળી ગઈ હતી. વાહનો તો ઠીક છે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે સોસાયટીઓનાં સ્થાનિકો દ્વારા માટી, મોરમ અને ઝીણી કપચી પાથરીને માર્ગને અવર-જવર લાયક બનાવ્યો હતો. આ કાર્યમાં સોસાયટીના બાળકોથી લઈ મોટેરાઓએ શ્રમદાન કર્યું હતું. તંત્રની વાટે રહેવા કરતા જાત મહેનત ઝીંદાબાદ રૂપી આ કાર્યમાં 30 જેટલા અબાલ-વૃદ્ધો-યુવાનોએ શ્રમદાન કર્યું હતું.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/